જિંદગી વહેતી રહે છે.

.

જિંદગીને પળભર નીરખીએ.

કેટકેટલાં ચિત્રો ઉપસે છે!
કેવાં કેવાં રંગો ઉભરે છે!

જિંદગી ભાતભાતનાં રંગોથી રંગાયેલી છે.
આશા અને નિરાશા!
સફળતા અને વિફળતા!
હર્ષ અને શોક! સુખ અને દુ:ખ!

જીવનની ઘટમાળ ચાલ્યા જ કરે છે.
આપ તેને ચાહો કે ન ચાહો, જિંદગી વહેતી જ રહે છે.

હેમંત, ગ્રીષ્મ અને વર્ષા …. ઋતુઓ બદલાતી રહે છે.
જીવન વહેતું રહે છે.

ઘટનાઓ બનતી રહે છે. પરિવર્તનો થતાં રહે છે.
ત્યારે તો આપ સમયચક્રને જાણી શકો છો.

ઘટનાઓ વિચારોનાં વમળો પેદા કરે છે.
વિચારો કેવાં ઝકઝોરી દે છે!
ક્યારેક આપને અતીતમાં લઈ જાય છે, ક્યારેક ભવિષ્યમાં.

વિચારો આપને સતર્ક કરે છે –
સમય પરત્વે, ઘટનાઓ પરત્વે, સંબંધો પરત્વે!
આપ વર્તમાન, ભૂત, ભવિષ્ય વિષે વિચારવા લાગો છો.
ઘટનાઓનાં લેખાં-જોખાં કરવા લાગો છો.
સંબંધોનાં સમીકરણ માંડવા લાગો છો.
અને … જિંદગી વહેતી રહે છે!

કંઈક અનુભવ અને કંઈક અવલોકન!
કંઈક વિચાર, કંઈક કલ્પનાશીલતા!
તેનાથી જ તો માનવજીવનમાં રંગો પૂરાતાં રહે છે!

અહીં આપણે જીવનના આવા રંગોને માણતાં રહીશું.

* * * * * * * * * * * * *
(બ્લોગર પર મૂળ પોસ્ટ પ્રસિદ્ધ થઈ: 15/05/2006)

2 thoughts on “જિંદગી વહેતી રહે છે.

  1. મારા બ્લોગ પર મનુભાઈ પંચોલીએ જે કહ્યું છે તેની સાથે તમારી પ્રકૃતિ સાથેના તાદાત્મ્યની વાત બહુ મળતી આવે છે. એમણે ધર્મને નિમિત્તે પ્રાણીઓના સંપર્ક-સાંનિધ્યની વાત કરી છે.હકીકતે પ્રકૃતિના સાંનિધ્યની વાત નઈતાલીમની પાયાની વાતોમાંની જ એક છે.

    તમે તો આજીવન શિક્ષક ! આ બધું તમારા આંતર-અભ્યાસક્રમ-ગ્રંથનો ભાગ જ ગણાયને ! તમારું આંતરજગત આવા વિચારોથી સભર હોય એ વિદ્યાર્થીઓનું કેવું સદ્ભાગ્ય !

    Like

Leave a reply to Jugalkishor જવાબ રદ કરો