બાળપણમાં જોયેલી જાહેરાતો

.

અમારા સ્ટેડિયમ વિસ્તારને મ્યુનિસિપાલિટીની બસ સેવાનો લાભ જલદી મળી ગયો હતો.

લાલ દરવાજા જવા માટે બસ નંબર “14બી” અને સ્ટેશન માટે 22.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ એવા “એ એમ ટી એસ”ની બસોને સૌ કોઈ “લાલ બસ” તરીકે ઓળખતા. લાલ બસ પર પાછળ તથા સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટસ – જાહેરાતો રહેતી.

અમને લાલ બસ પરની જાહેરાતો જોવામાં વાંચવામાં મઝા પડતી.

આજે આધુનિક જીવનમાં એડવર્ટાઇઝમેન્ટસનો આપણા પર મારો ચાલી રહ્યો છે. ટીવી, રેડિયો, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ, મોટાં મોટાં હોર્ડિંગ્સ, નિયોન એડઝ … બધે જાહેરાતો ઝળકે છે.

તે જમાનામાં ટેલિવિઝન ન હતું. રેડિયો પર કદી એડ આવતી ન હતી. તેથી બસની એડવર્ટાઇઝમેન્ટસ અમને ખૂબ આકર્ષતી.

કેવી હતી એ જાહેરાતો?

સૌથી વધારે યાદ રહેલી જાહેરાત “ઝરણ” કેશ તેલની. તે શબ્દ “ઝરણ”માં “ર” બહુ જ વિચિત્ર રીતે લાંબા વાળ સૂચવતો હોય તેમ લખાતો. તે વિચિત્રતા નાના-મોટા સૌના આકર્ષણનું કેન્દ્ર બનતી.

આપ વાચક મિત્રોને નવાઈ લાગશે પણ અન્ય એડવર્ટાઇઝમેન્ટસમાં પનામા સિગારેટ અને તાજ છાપ વર્જિનીયા સિગારેટ ખૂબ જોવા મળતી. આ બેમાંથી એક “ઉમદા” કે “ઉત્તમ” સિગારેટ તરીકે આવતી …

કેટલીક બસની જાહેરાતો પ્રિંટ મીડિયા (ખાસ કરીને અખંડ આનંદ અને નવનીત) માં યે આવતી; લાલ દરવાજા વિસ્તારમાં હોર્ડિંગ્સ પર પણ દેખાતી.

આ બધી જાહેરાતો સ્મૃતિપટ પર એક બીજીમાં ભળી જાય છે. આવી જાહેરાતોમાં અભિનેત્રી નંદાની લક્સની એડ ઉપરાંત “સુંદરી સંજીવની” અને “જબાકુસુમ”ની જાહેરાતો હતી. દંતમંજન માટે નેગી કંપનીનો “વાંદરા છાપ” કાળો ટૂથ પાવડર,, “વુડઝવર્થ” અને “બાબુલીન” ગ્રાઇપ વોટરની એડ પણ ખૂબ દેખાતી. (કોઇ વયસ્ક વાચક મિત્રોને આ યાદ હોય તો કોમેન્ટમાં જરૂર લખશોજી).

જીવનના પાંચ દાયકા પછી પણ આ બધી એડઝ ઊડીને નજર સામે ચમક્યા કરે છે! એડવર્ટાઇઝમેન્ટસની અસર બાળ મન પર કેટલી જોરદાર હોય છે!

Advertisements

2 thoughts on “બાળપણમાં જોયેલી જાહેરાતો

 1. પૂજ્ય વડીલ શ્રી,
  સહુ પ્રથમ તો,આપના સ્વાદીષ્ટ સંસ્મરણનાં વૈભવને હ્ર્દયપૂર્વક,ગરિમાપૂર્ણ નમન સાથે આવકારૂં છું.
  હા! મને બરોબર યાદ છે એ “વાંદરા છાપ” કાળો ટૂથ પાવડરલંબચોરસ ખોખામાં જાડા કાચની શીશીમાં આવતો.ઘરમાં બધાં એજ વાપરતાં ત્યારે!કાં આંગળીથી ‘ને કાં દાતણના કૂચા પર લઈને.બ્રશ ક્યાં હતું ત્યારે !
  અને બીજી એક “બાલ જીવન સોગઠી” યાદ આવે છે જે મારી ‘બા'(ત્યારે મમ્મી ન્હોતું !!!!)
  સવારના પહોરમાં ખોળામાં જકડીને(એ બહુ કડવી લાગતી એટલે….)પીવડાવતી રોજ !
  અને પેલી,”આમળાની પડી”
  (ત્યારે માથામાં નાખવાનું તેલ,ઘેર ઉકાળતાં)-એમાં એક ડાગલો(રેખાચિત્ર)આવતો,સવળો રાખીએ તો હસે ને ઉંધો કરીએ તો રડે !
  ફરીથી,-સલામ
  આપના સ્મરણવિહારને>સંસ્કરણને>સંકલનને>અને દી……………ર્ઘ અનુભવને.
  મુ. સુરેશ્ભાઈને ૨ દિવસ પહેલાં જ મારો વિસ્તૃત પરિચયનો પત્ર લખ્યો.
  અંતે,આપના દીર્ઘ અને સ્વસ્થ આયુ.ની મંગલ કામના સાથે વિરમું છું……
  સાથે સાથે,
  મારા ગઝલ સંગ્રહ-નવેસર-તથા,એ સિવાયની મારી ગઝલોના બ્લોગની LINk આપી છે.
  http://navesar.wordpress.com
  http://www.drmaheshrawal.blogspot.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s