.
બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે?
નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જાહેરાતો જોતાં રહેતાં; વાંચ્યાં કરતાં. કેટલીયે જાહેરાતો જાણે માનસપટ પર પ્રિંટ થઈ ગઈ છે. તેમાં નઠારી ગણાતી સિગારેટની જાહેરાતો ય છે.
બે જાહેરાતો કદી ભૂંસાઈ નથી – તાજ છાપ સિગારેટ અને પનામા સિગારેટ. અમદાવાદના રસ્તાઓ પર ફરતી તમામ એએમટીએસની બસો પર આ જાહેરાતો દેખાતી. “એક ઉત્તમ સિગારેટ”, “ઉમદા કશ”, “તાજગીનો અહેસાસ” કે “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” – આવા કોઇક શબ્દો તે જાહેરાતોમાં હતા તેવું યાદ રહ્યું છે. શાળામાં કેટલાક નબીરા ચોક હાથમાં પકડી સિગારેટ પીવાનો ખેલ કરતા તે ખેલ કેવો ખતરનાક બની શકે છે તે હવે સમજાય છે. માતા-પિતા- કુટુંબના સંસ્કાર અને સારા વાચને અમને ભલા-બૂરાનો ભેદ શીખવ્યો છે અને બુરાઈઓથી બચી સન્માર્ગે ચાલવા પ્રેરણા આપી છે. પરંતુ આજે માર્કેટીંગ, એડવર્ટાઇઝિંગ અને સાયકોલોજીના ઢગલાબંધ કેસ ડિસ્કસ કર્યા પછી કુમળા બાલમાનસ પર જાહેરાતોની નઠારી અસરો વિશે લેશ માત્ર શંકા નથી.
એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના માંધાતાઓ આ સમજતા જ હશે ને? અને પછી ચતુરાઈથી હકીકતોને નજર-અંદાઝ પણ કરતા હશે ને?