.
અમદાવાદમાં દક્ષિણ ભારતીય લોકોનું આગમન ઘણા દાયકાઓ પૂર્વ થયું.
ગુજરાત રાજ્યનું સર્જન થતાં અગાઉ જ સાઉથ ઇન્ડિયન બંધુઓ અમદાવાદમાં વસી ચૂક્યા હતા. મોટા ભાગના તામિલનાડુથી, તો કેટલાક કેરાલા યા અન્ય રાજ્યોથી પણ હતા. ત્યારે તામિલનાડુ રાજ્ય તેના જૂના નામે- મદ્રાસ તરીકે ઓળખાતું. અમારા બાળમનને સૌ સાઉથ ઇન્ડિયન એકસરખા લાગતા; અમે સૌને મદ્રાસી તરીકે જાણતા. હકીકતમાં નાના-મોટા બધાં જ લોકો સાઉથ ઇન્ડિયન્સને મદ્રાસી તરીકે જ ઓળખતા.
મદ્રાસી ઢોંસા (સાઉથ ઇન્ડિયન ઢોસા)એ અમદાવાદની સ્વાદપ્રિય પ્રજાનું દિલ જીતી લીધું હતું.
લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં, ભદ્રના કિલ્લા પાસે પહેલી મદ્રાસી હોટેલ બનેલી. મદ્રાસી બ્રાહ્મણિયા હોટેલ કે જેમાં મસ્ત, સ્વાદિષ્ટ મસાલા ઢોસા બનતા. અમદાવાદીને જ્યારે ઢોસા ખાવાની ઇચ્છા થાય ત્યારે ભદ્રની કોર્ટ પાસેની આ હોટેલ પર પહોંચી જાય! ધૂમ ચાલતી હતી તે હૉટેલ!
અમે ભદ્રકાળીના દર્શન કર્યા પછી કેટલીક વાર ત્યાં ગયા હોવાનું યાદ છે. તે જમાનાની હૉટેલોને સ્વચ્છતા સાથે એવી તો દુશ્મની! જઈને બેસો એટલે વેઇટરની ચાર આંગળીઓ ચાર ગ્લાસમાં ડૂબેલી હોય તેવી રીતે પાણીના ગ્લાસ આવે! પરસેવે રેબઝેબ, જૂની લુંગી પહેરેલ, ખભે મેલોઘેલો કપડાનો કકડો ધારણ કરેલ મદ્રાસી બંધુ ઑર્ડર લેવા આવે. પણ અસ્વચ્છતાની આ પરાકાષ્ઠા અમારા સાંભારનો સ્વાદ જરાયે ઓછો ન કરતી! કોણ જાણે કેવી રીતે, બધું નજર અંદાજ કરી, ઢોસા-સાંભાર પર તૂટી પડતા!
પરિસ્થિતિ ત્યારે સુધરી, જ્યારે અમારા સ્ટેડિયમ વિસ્તારની નજીક, ઇન્કમ ટેક્સ ઑફિસ પાસે અલકા રેસ્ટોરન્ટ નામ કમાવા લાગ્યું. સફેદ બિલ્ડિંગ પર લાલ અક્ષરે લખાયેલ ‘અલકા’એ અમારા પર ભારે આકર્ષણ જમાવેલું. અલકાની સફેદાઈ જાણે સ્વચ્છતાનો સંદેશ હતી! હવે ભદ્ર જવાની શું જરૂર? સમગ્ર નવરંગપુરા વિસ્તારમાં તે ‘ટેસ્ટપ્રિય’ અને ‘સોફિસ્ટિકેટેડ’ લોકોનું પ્રથમ રેસ્ટોરન્ટ. અહીં મદ્રાસી ઢોંસા ટેસ્ટી મળતા! અને સાંભાર તો એવો મસ્ત!
વાહનવ્યવહારની સગવડો વધતાં શહેર સુધી પહોંચવું વધુ સરળ બનતું ગયું. જીવનધોરણ સુધર્યાં. ચેતના અને હેવમોર પણ ક્યારેક નસીબ થવાં લાગ્યાં. શહેરમાં ખાણીપીણીનું માર્કેટ વધવા લાગ્યું. આ બધાંમાં અલકા રેસ્ટોરાં ક્યારે ગુમ થઈ ગયું તેની નોંધ ન લેવાઈ!
*** * ** * ** ** * ** *** * *** * *** ** *
* ** * ** ** *** ** ** * *** *** ** *
પ્રિય વાચક મિત્ર!
હવે તદ્દન નવા પ્રકારની, એકદમ ટૂંકી, નવી જ રચનાઓ ગુજરાતી ભાષામાં!
માત્ર પંદર સેકંડની મુક્તપંચિકા અને … માત્ર બે મિનિટની લઘુલિકાઓ!
આપને મારી લઘુકથાઓ – લઘુલિકાઓ- વાંચવાની મઝા આવશે, અને મઝાની મુક્તપંચિકાઓ માણવાની પણ!
આપને મારા નવા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા”ની મુલાકાત લેવા નિમંત્રણ! આભાર.
* ** * ** ** *** ** ** * *** *** ** *
બેંક ઓફ ઇન્ડિયા, ભદ્રમાં જ કાર્યરત હોવાથી મેં આ મદ્રાસી હોટલનો લાભ અવારનવાર લીધેલ છે. આપનો લેખ વાંચીને પુરાણી યાદો તાજી થઇ ગઈ.
‘ચેતના’ની ગુજરાતી થાળીનો ટેસ્ટ તો જાણે હજુ પણ મોંમાંથી જતો નથી. એડવાન્સ સિનેમાની ગલીમાં આવેલ ‘આનંદ” રેસ્ટોરન્ટનાં બટાકાવડાં પણ ભૂલાય તેમ નથી. ખાસ કરીને તો તાજાં લગ્ન કરીને અમદાવાદમાં આવેલ યુગલ માટે આવી યાદો દિલના કોઈ ખૂણામાં હંમેશ માટે સંઘરાયેલી પડી હોય છે.
જિંદગીના સોનેરી દિવસો ફરી યાદ કરી આપવા માટે આપનો આભાર.
LikeLike
Still remember the Madrasi Brahmaniya! Alka,too. An open garden restaurant and the cool evening breeze of summer.
LikeLike
Thanks, dear vistor!
LikeLike