જે થાઓ બાપુ!

. બાળપણનું આંખો ભીંજવી દેતું એક કરુણ પાત્ર “જે થાઓ બાપુ”. ”જે થાઓ બાપુ”ને પ્રથમ વખત જોયા, ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હશે અને તેમની ઉંમર પાંસઠની તો હશે જ. મોડી સાંજે સાડાસાત-આઠ વાગ્યે સોસાયટીમાં તેમનો સાદ સંભળાય: “જે… થાઓ બાપુ… ઉ … ઉ ..!” “જે થાઓ બાપુ” હતા વૃદ્ધ ભિક્ષુક. વાતો સાંભળી હતી કે… Continue reading જે થાઓ બાપુ!

મોટ્ટણબત્તી….. પ્રાયમસની પીન આવી

. સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો ઊભરતાં રહે છે! એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું. શુક્રવારે સવારે દસ – સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય: ”મોટ્ટણબત્તી .. ઇ … ઇ ……. પ્રાય…મસની ….ઇ…ઇ… પીન આવી …ઇ … છે કાંસકા આ … આ… કાંસકી … ઇ … ઇ … ઇ ……….ઇ ડામરની ગોળી… ઇ…. ઇ …..… Continue reading મોટ્ટણબત્તી….. પ્રાયમસની પીન આવી

અમદાવાદના ઝૂલતા મિનારા

. અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે. ‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર! પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા… Continue reading અમદાવાદના ઝૂલતા મિનારા

અમદાવાદનું એરોડ્રોમ

.   નાની ઉંમરની બહુ જ ધૂંધળી યાદ છે. વર્ષ હશે લગભગ 1960ની આસપાસ. અમદાવાદ એરોડ્રોમ – વિમાનઘર – ની અમારી પહેલી મુલાકાત. હા, તે સમયે હજી એરપોર્ટ નામ નહોતું મળ્યું. બાળકને મન વિમાન – એરોપ્લેનની કેટલી મોટી નવાઈ હોય! એરોડ્રોમ પર ઊભેલા એરોપ્લેનને પ્રથમ વખત અંદર જોઇને જોયું. આતંકવાદના જમાનામાં આજે આ વાત કોઈ… Continue reading અમદાવાદનું એરોડ્રોમ

અમદાવાદમાં મોટર બસ અને બળદગાડું

. બાળપણના એ દિવસો. અમદાવાદમાં અમારો સ્ટેડિયમ એરિયા નવોસવો વિકાસ પંથે હતો. તાજો બનેલો સ્ટેડિયમ રોડ. ડામર રસ્તાની બે તરફના રોપાઓ  વૃક્ષ-અવતાર ધારણ કરી રહ્યા હતા. મ્યુનિસિપાલિટી સંચાલિત એ એમ ટી એસની લાલ બસ અમારી સોસાયટી પાસે સ્ટેડિયમ રોડ પર દોડતી થઈ હતી. સરદાર પટેલ કોલોનીથી  લાલ દરવાજાનો ‘14 બી’ નંબરનો એ નવો રૂટ. ‘લેલેન્ડ’… Continue reading અમદાવાદમાં મોટર બસ અને બળદગાડું

મામાનું ઘર કેટલે?

. * મામાનું ઘર કેટલે? પ્રશ્નનો જવાબ અમારા માટે તદ્દન સરળ હતો. મારા મામાનું ઘર અમારા સ્ટેડિયમ એરિયામાં, માંડ દસેક મિનિટના રસ્તે. મામાને ઘરથી ત્રણેક કિમી છેટું ગુજરાત યુનિવર્સિટી ટાવર દેખાતું. ત્યારે ફ્લેટસના જંગલો હજી નહોતાં ને!  મોસાળમાં સંયુક્ત કુટુંબ હતું. નાનીજીની છત્રછાયામાં મોટા મામા અને નાના મામા બેઉનાં કુટુંબો દાયકાઓ સુધી સાથે રહ્યાં. અમારા… Continue reading મામાનું ઘર કેટલે?

અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”

** અમદાવાદના અમારા બાળપણનું એક ખોવાયેલું દ્રશ્ય લારીવાળા બાયોસ્કોપનું છે. સાચું પૂછો તો, સિનેમાની મઝા માણ્યાનો આછો એહસાસ ત્યારે થતો જ્યારે લારીવાળા “બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહ”માં ફિલ્મ જોવા મળતી. છએક મહિને એકાદ વખત સોસાયટી ગુંજી ઊઠતી- “હસતા હુઆ નૂરાની ચહેરા… કાલી ઝુલ્ફેં રંગ સુનહરા …”  ઘસાયેલા કર્કશ અવાજમાં રેકર્ડ પર ગીત સંભળાય કે સમજવાનું ફરતી લારીમાં… Continue reading અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”