મદ્રાસી ઢોસા: ભદ્રની મદ્રાસી હૉટલ અને અલકા રેસ્ટોરન્ટ

. અમદાવાદમાં દક્ષિણ ભારતીય લોકોનું આગમન ઘણા દાયકાઓ પૂર્વ થયું. ગુજરાત રાજ્યનું સર્જન થતાં અગાઉ જ સાઉથ ઇન્ડિયન બંધુઓ અમદાવાદમાં વસી ચૂક્યા હતા. મોટા ભાગના તામિલનાડુથી, તો કેટલાક કેરાલા યા અન્ય રાજ્યોથી પણ હતા. ત્યારે તામિલનાડુ રાજ્ય તેના જૂના નામે- મદ્રાસ તરીકે ઓળખાતું. અમારા બાળમનને સૌ સાઉથ ઇન્ડિયન એકસરખા લાગતા; અમે સૌને મદ્રાસી તરીકે જાણતા.… Continue reading મદ્રાસી ઢોસા: ભદ્રની મદ્રાસી હૉટલ અને અલકા રેસ્ટોરન્ટ

અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ

. નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા, તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય? અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના બે બસ રૂટ મળેલા – લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14/બી નંબરની બસ; કાળુપુર… Continue reading અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ

કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર

. બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે? નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જાહેરાતો જોતાં રહેતાં; વાંચ્યાં કરતાં. કેટલીયે જાહેરાતો જાણે માનસપટ પર પ્રિંટ થઈ ગઈ છે. તેમાં નઠારી ગણાતી સિગારેટની જાહેરાતો ય છે. બે જાહેરાતો કદી ભૂંસાઈ નથી – તાજ છાપ સિગારેટ અને પનામા સિગારેટ. અમદાવાદના રસ્તાઓ પર ફરતી તમામ એએમટીએસની બસો પર… Continue reading કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર

શાળાની પ્રાર્થનાસભા

. શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે. ગ્રાઉન્ડફ્લોર પર, કંપાઉંડમાં શાળાના મકાનને અડીને ઓપન-એર છતાં ઉપરથી કવર્ડ એવું પ્રાર્થનામંદિર હતું. રોજ સવારે પ્રાર્થનાસભાથી શાળાના કાર્યનો આરંભ થતો. સામાન્ય રીતે આટલો રોજિંદો કાર્યક્રમ – પ્રાર્થના, એક-બે ગીત કે ભજન, આચાર્યશ્રી દિનુભાઈ સાહેબ દ્વારા સમાચાર/જાહેરાત અથવા પ્રાસંગિક પ્રવચન અને છેલ્લે મૌન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય પ્રાર્થના… Continue reading શાળાની પ્રાર્થનાસભા

1962નું ભારત-ચીન યુદ્ધ (2)

. ભારતની ઉત્તર સરહદે 1962માં ચીનનું લશ્કરી આક્રમણ. આજે 46 વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે, છતાં  ઓક્ટોબર માસ આવે અને ભારત પરના ચીનના આક્રમણની વાતો તાજી થાય. 1962ના ચીની આક્રમણે દેશમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. ઘરમાં, બહાર સર્વત્ર દેશભક્તિનો જુવાળ ઊમટ્યો હતો. શાળામાં તો માહોલ જ બદલાઈ ગયેલો. આચાર્ય દિનુભાઈનાં પ્રાર્થના-પ્રવચનોમાં આવી પડેલા સંકટ-ટાણે દેશસેવા… Continue reading 1962નું ભારત-ચીન યુદ્ધ (2)

1962નું ભારત-ચીન યુદ્ધ (1)

. 1962નો ઓક્ટોબર માસ. ભારત પર ચીનનું આક્રમણ. શાળાજીવનનું એક અમૂલ્ય સંભારણું તે ભારત-ચીન યુદ્ધ. તદ્દન કુમળી વયે અમારી ભાવનાઓ પર કુઠારાઘાત થયો. મિત્ર જેવો પાડોશી આવો વિશ્વાસઘાતી હોઇ શકે? ચીનના અણચિંતવ્યા, નિર્લજ્જ આક્રમણની વાતોથી છાપાં ભરાતાં. ક્યાંક ભારતીય સૈન્યની વીરતાનું પ્રદર્શન ઝલકતું. બાકી ભારતીય વિસ્તારોમાં પીછેહઠ અને નાલેશીની વાતો હતોત્સાહ કરતી. આવા નિરાશાભર્યા સંજોગોમાં… Continue reading 1962નું ભારત-ચીન યુદ્ધ (1)

રેડિયો – એક અજાયબી

. ગઈ સદીનો છઠ્ઠો દાયકો. હિંદુસ્તાનની આઝાદીને બારેક વર્ષ વીત્યાં હતાં. ત્યારે બાપુજી હોંશભેર ઘરનો પ્રથમ રેડિયો ખરીદી લાવ્યા. માંડ આઝાદ થયેલ હિંદુસ્તાનમાં ગૃહોપયોગી ઉપકરણો તો બનતાં નહીં. વિદેશી ઉત્પાદનો પર આધાર રાખવો પડતો. બાપુજીએ “બુશ – મેઈડ ઇન હોલેન્ડ” પસંદ કર્યો. ‘બુશ’ એક ઉત્તમ રેડિયો. આઠ બેન્ડ અને કદાચ છ વાલ્વનો રેડિયો. ત્યારે ટ્રાંઝિસ્ટર… Continue reading રેડિયો – એક અજાયબી

જે થાઓ બાપુ!

. બાળપણનું આંખો ભીંજવી દેતું એક કરુણ પાત્ર “જે થાઓ બાપુ”. ”જે થાઓ બાપુ”ને પ્રથમ વખત જોયા, ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હશે અને તેમની ઉંમર પાંસઠની તો હશે જ. મોડી સાંજે સાડાસાત-આઠ વાગ્યે સોસાયટીમાં તેમનો સાદ સંભળાય: “જે… થાઓ બાપુ… ઉ … ઉ ..!” “જે થાઓ બાપુ” હતા વૃદ્ધ ભિક્ષુક. વાતો સાંભળી હતી કે… Continue reading જે થાઓ બાપુ!

મોટ્ટણબત્તી….. પ્રાયમસની પીન આવી

. સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો ઊભરતાં રહે છે! એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું. શુક્રવારે સવારે દસ – સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય: ”મોટ્ટણબત્તી .. ઇ … ઇ ……. પ્રાય…મસની ….ઇ…ઇ… પીન આવી …ઇ … છે કાંસકા આ … આ… કાંસકી … ઇ … ઇ … ઇ ……….ઇ ડામરની ગોળી… ઇ…. ઇ …..… Continue reading મોટ્ટણબત્તી….. પ્રાયમસની પીન આવી

અમદાવાદના ઝૂલતા મિનારા

. અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે. ‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર! પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા… Continue reading અમદાવાદના ઝૂલતા મિનારા